સાવરકુંડલામાં ઘર પાસેથી ઉકરડો હટાવવાનું કહેતા ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે ગીરીશભાઇ કેશુભાઇ લાલૈયા (ઉ.વ.૪૦)એ બહાદુરભાઇ વીંછીયા તથા ગીતાબેન વીંછીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ઘરની બાજુમાં રહેતા બહાદુરભાઈ વીંછીયાએ તેમના ઘરના રસોડા નજીક ઉકરડો કર્યો હતો. જે બાબતે તેમણે તથા સાહેદ અરૂણાબેને ઉકરડો અહીંથી લઇ લેવાનું કહેતા ઉશ્કેરાઇ જઇ તેમને તથા સાહેદને ગાળો બોલવા લાગ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. કીકર વધુ તપાસ કરી રહ્યા છે.