સાવરકુંડલાના હવેલી શેરીમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે હિંડોળા ઉત્સવ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવમાં રોજબરોજ ઠાકોરજીની સેવા અને લાડ લડાવવા માટે અવનવા હિંડોળાઓની આકર્ષક સજાવટ કરવામાં આવે છે. સૌ મનોરથીઓ અને વૈષ્ણવોના સહકાર અને અપાર ઉમંગથી આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. આ પવિત્ર પ્રસંગે વૈષ્ણવો આનંદથી ઠાકોરજીના દર્શનનો લહાવો લઈ રહ્યા છે. આ ઉત્સવમાં સૌને આમંત્રિત કરવામાં આવે છે કે તેઓ પણ આ દિવ્ય આનંદનો અનુભવ કરે અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શનનો લાભ લે છે. હિંડોળા ઉત્સવના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી રહ્યા છે.