સાવરકુંડલામાં ગોવર્ધનનાથજી પ્રભુનો પ્રથમ પાટોત્સવ લાભ પાંચમના રોજ ખુબ ઉત્સાહ અને આનંદ ઉમંગભેર ઊજવવામાં આવેલ હતો. વિશાળ સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવમાં કિર્તન કરી વૈષ્ણવોને ભાવવિભોર કર્યા હતા. રાજભોગ તિલક આરતીના દર્શન કર્યા બાદ તમામ આમંત્રિત વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.






































