સાવરકુંડલા શહેરના કેવડા પરા વિસ્તાર નજીક આવેલા દેવીપૂજક વાસમાં આજે એક દુઃખદ ઘટના બની હતી. અહીં રહેતા ગરીબ પરિવારના કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતા ભયંકર આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના બે સભ્યો હાથ અને પગના ભાગે સામાન્ય દાઝ્યા હતા. તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.










































