સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર અનેક હોસ્પિટલો આવી છે ત્યારે અવારનવાર આ હોસ્પિટલ નજીક ગટર જામ થઈ જતી હોવાની ફરિયાદો બાદ પાલિકા તંત્ર અનેક રજૂઆત બાદ સફાઈ કરવા પહોંચે છે પણ ગટરની સફાઈ કર્યા બાદ ગટરમાંથી અતિ દુર્ગંધ મારતો કચરો ત્યાં જ છોડી સફાઈ કર્મીઓ જતા રહેતા હોવાથી વિસ્તારવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ બાબતે આ વિસ્તારના લોકોની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.