સાવરકુંડલા વિધાનસભામાં રમતપ્રેમીઓ માટે ક્રિકેટના મહાકુંભ નાવલી પ્રીમિયર લીગનો પ્રારંભ થયો હતો. આ તકે પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાવલી પ્રીમિયર લીગ (દ્ગઁન્)નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક દિવસથી જ ટૂર્નામેન્ટમાં સાવરકુંડલા વિધાનસભાની વિવિધ ૫૬ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો શરૂ થયો છે. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન દિપકભાઈ માલાણી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તા.પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા, લીલીયા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ સહિત ક્રિકેટ પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.