છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં માસ્ક સહિત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ સાવરકુંડલામાં મુખ્ય માર્ગ એવા બસ સ્ટોપ પર જ કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જાવા મળ્યા હતા. લોકો બેખૌફ થઇને માસ્ક વિના ફરતા જાવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ નજરે પડ્યો હતો. જાકે, ચેતવણી બાદ પણ પોલીસે અહીં કોઇ નોંધપાત્ર કામગીરી કરી નથી, જેના કારણે લોકોને માસ્ક પહેરવા કે અન્ય નિયમો પાલન કરવાની કોઇ ચિંતા નથી.