સાવરકુંડલામાં કબીર ટેકરી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સમિતિ દ્વારા સુદર્શન પુસ્તકાલયનો કબીર ટેકરીના મહંત નારાયણદાસ સાહેબ તથા ભાવનગર વિભાગના પ્રચારક કેતનભાઇ સોજીત્રાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પુસ્તકાલયની ખાસિયત એ છે કે, તે ર૪ કલાક ખુલ્લું રહેશે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે.