સાવરકુંડલામાં ઓટો રીક્ષાનું ભાડું સમજવા મુદ્દે બબાલ થતા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે અયુબભાઈ જુમાભાઈ ઝાખરાએ જાવેદભાઈ હસનભાઈ કાદરી (સૈયદ) તથા યાસીનભાઈ હબીબભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ જાવેદભાઈ કાદરી (સૈયદ)ની ઓટો રીક્ષા ચલાવતા હતા. જેનું ભાડું સમજવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી તેમને ગાળો આપી, મુંઢ માર માર્યો
હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.એચ.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.