સાવરકુંડલા શહેરની અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે ૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫એ “અસ્મિતાના ઓવારણાં નાવલી ઉત્સવ”નું ભવ્ય આયોજન થવાનું છે. નાવલી નદીના પુનરાસ્ફુરણ અને રિવર ફ્રન્ટના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ ઉત્સવ પ્રથમ પગલું છે. રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ, જિલ્લા તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ઉત્સવમાં રવિવારે રાત્રે ૯ કલાકે રાજ ગઢવી, અપેક્ષા પંડ્‌યા અને કિશન રાદડિયાનો ડાયરો જામશે અને સોમવારે સાંજે ૯ કલાકથી ભવ્ય આતશબાજી અને ઈંગોરિયા યુદ્ધનું દૃશ્ય પણ રજૂ થશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના પ્રયાસોથી આ આયોજન શક્ય બન્યું છે. મહેશભાઈ કસવાળા,નગરપાલિકા ટીમ અને શહેર ભાજપ દ્વારા સાવરકુંડલાના તમામ શહેરીજનોને ઉત્સવમાં સહભાગી થવા આમંત્રણ અપાયું છે.