તારીખ૨૧-૬-૨૦૨૫ના રોજ એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલ ખાતે શાળાકીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ રમતગમતના માધ્યમથી તેમની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત, ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડી “મેન ઓફ ધ સીરીઝ” તરીકે પસંદ કરવામાં આવ્યા અને તેમને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજની મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી “મેન ઓફ ધ મેચ” બનેલ ખેલાડીને શીલ્ડ આપી વિશેષ સન્માન કરાયું હતું.









































