સાવરકુંડલામાં એક્ટિવા લઈને જતા યુવક પાસેથી દારૂની બોટલ મળી હતી. તુષારભાઇ ગુણવંતભાઇ બગડા, સાહીલ નજીરભાઇ રાઉમા તથા અલફાજ આરીફભાઇ કુરેશી હવાલાવાળી સફેદ કલરનું એક્ટીવા લઈને પસાર થતા હતા ત્યારે પોલીસને જોઈ વાહન મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી હતી. પોલીસે એક્ટીવા, દારૂની બોટલ મળી કુલ રૂ.૩૦,૪૫૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં ૬ લોકો પાસેથી ૧૧ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે ૧૨ લોકો વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. આ સિવાય ત્રણ ઇસમો નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતા મળી આવ્યા હતા.