સાવરકુંડલામાં ઈદ ઉલ અઝહા કોમી એકતા અને ભાઈચારાની લાગણી વચ્ચે સંપન્ન થઇ હતી. પીર સૈયદ સરકાર મુનીરબાપુ કાદરીની આગેવાની નજરો કરમથી અત્રેની જુમ્મા મસ્જિદ ખાતેથી એક સવારી નીકળી હતી. આ સવારી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી ઇદગાહએ નમાજના રૂપમાં ફેરવાઈ ગયેલ હતી, ત્યાં હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની સામૂહિક નમાજ અદા કરી હતી. ભારતમાં કોમી એકતા અને ભાઈચારાની લાગણી જળવાઈ રહે અને દેશ પ્રગતિના શિખરો સર કરે તેવી દુઆ કરવામાં આવી હતી. સાદાતે કિરામ ઉલ્માં એ કીરામ વિવિધ જમાતના પ્રમુખો, આગેવાનો, હજારો સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી હતી એમ ઇકબાલભાઈ ગોરીએ એક યાદીમાં જણાવ્યું હતું.









































