સાવરકુંડલા, તા.૧૦
સાવરકુંડલામાં પીએસઆઇ અને ફોરેસ્ટની તૈયારી કરતા યુવાનો અને યુવતીઓ માટે ફિઝિકલની સંપૂર્ણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ તાલીમની તૈયારી હનીફભાઈ શેખ (ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સટ્રેકટર BSF)), મુસ્તાકભાઈ જાદવ (EX.SRP ફીઝીક્લ ટ્રેઈનર) ઈમરાનભાઈ જાદવ (કોબ્રા કમાન્ડો CRPF) દ્વારા સાવરકુંલાના કે કે હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં આપવામાં આવી રહી છે. ત્યારે સાવરકુંડલાના યુવાનો પોતાનું લક્ષ પોતાનો ધ્યેય પીએસઆઇ અને ફોરેસ્ટ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.