સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાને સી.સી.ટી.વી. ફુટેજ આધારે તેમજ હ્યુમન સોર્સીસથી ડીટેકટ કર્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનાને ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ચોરીના આરોપી અલ્તાફભાઇ ઉર્ફે ટકો ઉસ્માનભાઇ ઝાખરા (ઉ.વ.૨૭ ) રહે. સાવરકુંડલા મારૂતિનગરને પકડી પાડેલ. તેની પાસેથી પોલીસે એક મોટરસાયકલ તથા સોનાની બુટી નંગ બે કબજે લીધી છે.