સાવરકુંડલાના ભગવાન પરશુરામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી નગરજનો માટે ઔષધીય ગુણોથી ભરપૂર અડદિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અડદિયા આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં દેશી ગાયનું ઘી અને દેશી ગોળને અમૃત સમાન ગણવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.