સાવરકુંડલામાં આવેલા સંત શિરોમણી શ્રી આપાલાખાની જગ્યામાં સાતમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે બટુક ભોજનનું અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં હતું. જેમાં શ્રી રામાપીર મંદિર હાથસણી રોડના ભજનીકો હાજર રહ્યા હતા, તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, એમ મહંત નાનજી ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.







































