સાવરકુંડલામાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આડેધડ ખાડાઓ ખોદવામાં આવી રહ્યાં છે જેના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવરકુંડલા પાલિકા ગેસની પાઈપલાઈન નાખવા માટે આડેધડ ખોદકામની મંજૂરી આપી રહી છે જેના કારણે સાવરકુંડલા શહેર કાંટા ઉદ્યોગને બદલે ખાડા શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે. ગેસની પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા ખાડાઓમાં યોગ્ય રીતે બુરાણ કરવામાં આવતું ન હોવાથી ખાડાઓમાં વાહનો પડી રહ્યાં છે જેથી વાહનચાલકોને ખાસ્સુ નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે પાલિકા સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ખાટલા બેઠક કરતા આગેવાનો પણ આ બાબતે મૌન સેવતા હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.









































