સાવરકુંડલા શહેરમાં નવા પશુ દવાખાના માટે રૂ.૧.૧૧ કરોડની રકમ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ અદ્યતન સુવિધાઓ ધરાવતું નવું બિલ્ડિંગ બનાવવા માટે કરવામાં આવશે. આ નવા દવાખાનાથી પશુઓની સારવારમાં સુધારો થશે અને સ્થાનિક પશુપાલકોને વધુ સારી સેવા પૂરી પાડી શકાશે. આ વિશે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલનો આભાર વ્યક્ત કરું છું. આ નવું દવાખાનું સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જેનાથી પશુપાલકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. સાવરકુંડલા તાલુકામાં પશુ દવાખાનું મંજૂર થતાં માલધારી સમાજના મયુરભાઈ રબારી, લાલભાઈ ગોહિલ, હરિભાઈ ભરવાડ, કરશનભાઈ આલ, જયદીપભાઈ રબારી, ઘનસુખભાઈ રબારી, અમિતભાઈ મેવાડાએ ગુજરાત સરકાર અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો આભાર માન્યો હતો.