સાવરકુંડલામાં બે લોકો અંધારામાં લપાતા છુપાતા મળી આવ્યા હતા. હર્ષદભાઇ હિંમતભાઇ દેંગડા (ઉં.વ.૨૯) તથા કેતન ઉર્ફે મુનશી ભીખાભાઇ સોલંકી (ઉ.વ.૩૭ ) રાત્રીના અંધારામાં લપાતા છુપાતા કોઇ કોગ્ની. ગુનો કરવાના ઇરાદે સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચેના સમયગાળામાં રખડતા ભટકતા મળી આવ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.