સાવરકુંડલામાં આવેલ જેસર રોડ, ગીતાંજલી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે બાતમીવાળી જગ્યા પર રેઇડ કરતાં જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતાં શાંતિ કુરજી હારસોરા, હરેશ હિંમત સિધ્ધપુરા, હરપીત અનિલ મકવાણા, ઘનશ્યામ ભોળાભાઇ પરમાર નામના શખ્સોને રોકડા રૂપિયા ૧૦,૪૭૦ સાથે ઝડપી પાડયા હતાં. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.