સાવરકુંડલામાં જેસર રોડ પર આવેલી ગૌશાળા પાસેથી પોલીસે એક હીરાઘસુને ભારતીય બનાવટના દારૂની ૧૦૦ બોટલ સાથે ઝડપી લીધો હતો. અજય ઉર્ફે બાલો ધીરૂભાઈ ટાણેચા (ઉ.વ.૨૬) પાસેથી ભારતીય બનાવટના દારૂની ૧૦૦ બોટલ મળી આવી હતી. પોલીસે ૭૫૦૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. તેણે દારૂની બોટલ સાવરકુંડલામાં જ રહેતા અનીલ ચોટલીયા પાસેથી મંગાવી હોવાની કબૂલાત કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખોડુભાઈ બાબાભાઈ વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં બે મહિલા સહિત કુલ ચાર લોકો પાસેથી ૧૫ લીટર પીવાનો દેશી દારૂ ઝડપાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી નવ ઇસમો કેફી પીણું પીને જાહેરમાં ફરતાં મળી આવ્યા હતા.