સાવરકુંડલામાં રહેતા વિમલભાઈ કાળુભાઈ આંબલીયા (ઉ.વ.૩૦) પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૦ રિંગપેક બોટલ મળી આવી હતી.
પોલીસે ૧૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધારી એસટી ડેપો પાસેથી માણાવાવમાં રહેતા હરદીપભાઈ જોરૂભાઈ વાળા (ઉ.વ.૨૫) એક્ટિવા લઇને નીકળતાં અટકાવી તલાશી લેતાં ૪ બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે દારૂ, એક્ટિવા સહિત ૨૦,૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલામાંથી ૧૫ લીટર દેશી દારૂ તથા વંડા ગામેથી ૨ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૬ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.