સાવરકુંડલામાંથી વધુ બે લોકોના મોબાઇલ ફોન ચોરાયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. શહેરની ગાયત્રી સોસાયટીમાં રહેતા મહર્ષિભાઈ રાજેશકુમાર જાની (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, તેઓ હાથસણી રોડ પરથી પસાર થતાં હતા ત્યારે તેમના શર્ટના ખિસ્સામાંથી રૂ. ૨૯,૯૯૯ની કિંમતનો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો. જેની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ કાજી વધુ તપાસ કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મંગળજીભાઈ ઉનડકટ (ઉ.વ.૫૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મેઈનબજારમાં ખરીદી કરવા ગયા ત્યારે પેન્ટના ખિસ્સામાં રહેલા રૂ. ૨૭,૦૦૦ની કિંમતના મોબાઇલ ફોનની અજાણ્યો ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.