સાવરકુંડલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૧૧૨ બોટલ મળી આવી હતી. પોલીસે શિલ્પેશભાઈ ઉર્ફે શિલ્પી વાળાના રહેણાંક મકાનની સામે આવેલા ખુલ્લા પ્લોટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૧૧૨ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે ૭૨,૩૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં ત્રણ સ્થળેથી ૧૧ લીટર સહિત જિલ્લામાં ૩૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૩૦ ઈસમો કેફી પીણું પી’ને ફરતા મળી આવ્યા હતા.