અમરેલી જિલ્લામાં મોબાઈલચોરો જાણે સક્રિય બન્યા હોય તેમ મોબાઈલ ચોરીની ઘટનાઓ જાણે સામાન્ય બનવા પામી છે. મોબાઈલ ધારક પોતાના મોબાઈલની ગમે તેટલી કાળજી રાખે પરંતુ મોબાઈલ ચોર પોતાની કળા અજમાવી મોબાઈલ ચોરી કરી નાસી જતા હોય છે. આવો જ એક બનાવ સાવરકુંડલામાં રહેતા એક પ્રૌઢ સાથે બનવા પામ્યો છે. જેમાં સાવરકુંડલાના હનુમાનદાદાની દેરી પાસે રહેતા મનસુખભાઈ ત્રિવેદી નામના પ્રૌઢ પોતાના ઘરની ડેલી આગળ રોડ પાસે પલંગ પર પોતાનો વીવો કંપનીનો મોબાઈલ ફોન મૂકી રસોડામાં દવા લેવા માટે ગયા હતા ત્યારે કોઈ અજાણ્યો ઈસમ મોબાઈલની ચોરી કરી નાસી ગયો હતો. જેથી પ્રૌઢે અજાણ્યા ઈસમ સામે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










































