સાવરકુંડલામાં રહેતી એક પરિણીતા તેના બે પુત્રો સાથે ઘરેથી ચાલી નીકળી હતી. બનાવ અંગે નિરવભાઇ મગનભાઇ બોરીસાગર (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ભાવનાબેન (ઉ.વ.૩૧) તેના ઘરેથી પોતાના બન્ને બાળકોને લઇને કોઇને જાણ કર્યા વગર ક્યાંક જતી રહી હતી. તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. સાવરકુંડલા ટાઉન પોલસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.




































