સાવરકુંડલામાંથી એક યુવતી નાસ્તો લેવા જવાનું કહીને નીકળ્યા બાદ જતી રહી હતી. જોકે તપાસ કરવા છતાં પણ મળી આવી નહોતી. સુરેશભાઈ કનૈયાલાલ રવાણી (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી કેશા (ઉ.વ.૧૮) ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને નીકળ્યા બાદ કોઇને કહ્યા વગર જતી રહી હતી અને આજુબાજુમાં તપાસ કરતાં મળી આવી નહોતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.