સાવરકુંડલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત પહેલા સુરતનો એક યુવક દેશી પિસ્ટલ સાથે ઝડપાયો હતો. અમરેલી એસઓજી ટીમે સાવરકુંડલા-મહુવા રોડ પર મામલતદારની કચેરી પાસેથી સુરતમાં રહેતા ધવલ ઉર્ફે ભુરો લુવાણો ગીરીશભાઈ નથવાણી (ઉ.વ.૩૩)ને દેશી બનાવટની મેગઝીન વાળી રૂ. ૨૫૦૦૦ની કિંમતની પિસ્ટલ તથા ૪ કારતૂસ સાથે ઝડપી લીધો હતો. અમરેલી એસઓજી પીઆઈ આર.ડી. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.