સાવરકુંડલા, તા.૮
સાવરકુંડલામાં હાથસણી ગામ તરફ જતા રસ્તે માનવ મંદિર પાસેથી એક યુવક પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે ૪૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીંબી ચેકપોસ્ટ પરથી મહુવામાં રહેતો યુવક દારૂની બે બોટલ સાથે પકડાયો હતો. સાવરકુંડલામાંથી એક મહિલા ૯૦ લીટર દેશી દારૂ સાથે રેઇડ દરમિયાન પકડાઈ હતી. ડેડાણ ગામેથી ૮ તથા કુતાણા ગામેથી ૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. બગસરામાંથી ચાર સહિત જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૩ શરાબીઓ ઝડપાયા હતા.