સાવરકુંડલામાંથી ત્રણ ઈસમો અંધારામાં લપાતા છુપાતા મળ્યા હતા. જેસર રોડ પરથી મનિષ ઉર્ફે ટીટો ભીખુભાઈ સોલંકી (ઉ.વ.૩૮), આંખની હોસ્પિટલ પાસેથી સંજયભાઈ ભાણાભાઈ બગડા (ઉ.વ.૩૨) તથા ભરતભાઈ શામજીભાઈ ગુંધળી (ઉ.વ.૫૮) રાત્રીના અંધારામાં લપાતા છુપાતા અને ગુનો કરવાના ઈરાદે ફરતાં મળી આવ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.