સાવરકુંડલા શહેરમાંથી પોલીસે છ જુગારીને રોકડા ૮૫૮૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. શહેરમાં સાવરકુંડલા અંબીકા સોસાયટી પાછળ મહાદેવના મંદિર પાસેથી ઈરફાનભાઈ ધંધુકીયા, મહેશનાથ નાથજી, જાહીદભાઈ ઉર્ફે દોણીયો ઝાખરા, આસિફભાઈ ઉર્ફે આશલો, રફીકભાઈ ઉર્ફે હડસન હમદાલી તથા નરેશભાઈ નાથજીને તીનપત્તીનો હારજીતનો જુગાર પૈસા પાના વડે રમતા રોકડા રૂ.૯૦૦, મોબાઇલ નંગ ૨ મળી કિ.રૂ.૮૫૮૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ ઉનડભાઈ ભાદરકા વધુ તપાસ કરી રહ્યા છે.