સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. અગ્રાવતની સૂચના હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચોરીમાં ગયેલ રોકડ રકમ સાથે એક મહિલાને પકડી પાડી હતી. આ આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી હીનાબેન બાબુભાઇ ઠાકરશીભાઇ ગઢીયા, ઉંમર વર્ષ ૩૦, મફતપરા શીતળા માતાના મંદિર પાસે સાવરકુંડલામાં રહે છે અને મજૂરી કરે છે. આ આરોપીને ચોરીમાં ગયેલ રોકડ રકમ રૂપિયા ૫૫૦૦ સાથે પકડી પાડવામાં આવી હતી.









































