સાવરકુંડલામાંથી પોલીસે એક્ટિવામાં થતી વિદેશી દારૂની ખેપ ઝડપી પાડી હતી. બગડાવાસ પાસેથી એક યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની નાની પ્લાસ્ટીકની ૧૮૦ એમ.એલની બોટલો નંગ-૨૧૬ સાથે ઝડપાયો હતો. પોલીસે એેક્ટિવા, દારૂની બોટલો સહિત રૂ. ૮૧,૭૨૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં ૧૯ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.જિલ્લામાં છ જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો હતો. આ સિવાય ૧૫ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.