સાવરકુંડલામાં રહેતા એક આધેડ મોટરસાયકલ લઈને તેમના મકાને જતા હતા ત્યારે મોબાઈલ પડી ગયો હતો. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે છગનભાઈ કેશવભાઈ હૈલાયા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેઓ મોટરસાયકલ લઈને હાથસણી રોડ પર આવેલા તેમના નવા બનતા મકાને જતા હતા ત્યારે મોબાઇલ ફોન પડી ગયો હતો. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.






































