સાવરકુંડલા બાયપાસ રોડ શરૂ કરવાની છેલ્લા ઘણા સમયથી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી છે. અમુક રાજકીય આગેવાનો દ્વારા માર્ગનું નિરીક્ષણ કરી ફોટોસેશન પણ કરાવાયું હતું. પરંતુ હજુ સુધી બાયપાસ માર્ગની કામગીરી શરૂ ન થતા લોકરોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. બાયપાસના અભાવે સાવરકુંડલા શહેરમાં ભારે વાહનો પસાર થતા હોવાથી શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહનોની સતત અવરજવરના કારણે શહેરમાં છાશવારે ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે. બાયપાસ રોડ બનાવવા માટે અનેક રજૂઆત બાદ પણ કામ શરૂ ન થતા જા હવે બાયપાસ રોડનું કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.