સાવરકુંડલાના સર્વેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે તાજેતરમાં ઇનામ વિતરણ, ગ્રાહક સુરક્ષા દિન અને વાલી સંમેલનનો ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ અધિકારી જે. કે. સરવૈયા અને બીઆરસી તુષારભાઈ જાનીએ તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કર્યા હતા. વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે રમેશભાઈ હિરાણી અને બિપીનભાઈ પાંધીએ વાલીઓને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગ્રાહક અધિકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આચાર્યા દક્ષાબેન સરવૈયાના સંચાલન હેઠળ ટ્રસ્ટીગણ અને ડાયરેક્ટર ભૌતિકભાઈ સુહાગીયાના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્નક થયો હતો.









































