સાવરકુંડલા શહેરમાં વી.ડી. કાણકીયા આટ્ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક ડા. બી.ડી. વરૂએ કોલેજને સંગીતના સાધનો ભેટ આપ્યા છે. ડા. વરૂ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા. તેઓ અર્થશાસ્ત્ર વિષયના તજજ્ઞ તથા બેંકિંગ વિષયના હેડ તરીકે વર્ષો સુધી શિક્ષણની સેવા આપી ચૂક્યા છે. તેઓ એક ઉત્તમ ભજનિક તથા સંગીત મર્મજ્ઞ પણ છે. તેમણે સામાન્ય લોકડાયરાથી લઈને આકાશવાણી સુધી પોતાની કલા અનેક શ્રોતાઓ સુધી પહોંચાડી છે.









































