સાવરકુંડલા ખાતે આવેલી શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં શનિવારે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા દ્વારા હિન્દી ભાષાના મહત્વ અંગેની સમજ વિદ્યાર્થિનીઓને આપવામાં આવી હતી. ત્યાર પછી હિન્દી શિક્ષક સંગીતાબેન પરમારે હિન્દીની કવિતાઓ ગાઈને સંભળાવી હતી. વિદ્યાર્થિની બહેનો દ્વારા હિન્દી ભાષામાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક લાલજીભાઈ રાઠોડ દ્વારા હિન્દી ભાષાના લેખકોને યાદ કરવામાં આવ્યા હતા.