સા.કુંડલામાં આવેલી શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં પ્રિન્સીપાલ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ શિક્ષક દિન ઉજવાયો હતો. જેમાં કુલ ૩પ બહેનોએ ભાગ લીધો હતો. મેવાડા મૈત્રીએ પ્રિન્સીપાલની ભૂમિકા નિભાવી હતી. તેમજ વાઈસ પ્રિન્સીપાલની ભૂમિકા ચૌહાણ આશિયાએ નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેતા અસ્મિતા અને મહેતા પ્રાર્થનાએ કર્યું હતું.