સાવરકુંડલા ખાતે વી.ડી.કાણકીયા કોલેજમાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્‌’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહાનુભાવો સાથે મળીને રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું. મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે ‘વંદે માતરમ્‌’ માત્ર ગીત નથી, પરંતુ રાષ્ટ્રભાવના, એકતા અને ત્યાગનું અમર પ્રતીક છે, જે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરણા આપનાર છે. તેમણે યુવાનોને આ ગીતના ભાવને સમજીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવાનું આહ્‌વાન કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજનું વાતાવરણ દેશભક્તિની ઉષ્માથી છલકાઈ ગયું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના મૂલ્યો પ્રત્યે નવી પેઢીને જાગૃત કરવામાં આવી હતી.