સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આટ્‌ર્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે ‘વિશ્વ સહકાર દિવસ‘ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ દિપકભાઈ માલાણી, ડિરેક્ટર શરદભાઈ પંડ્‌યા, મેનેજર સુરેશભાઈ સંઘાણી, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, નાગરિક બેંકના ચેરમેન પ્રવિણભાઇ સાવજ, સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા રહ્યા હતા.