સાવરકુંડલા શહેરમાં આવેલી રઘુવંશી સેવીંગ્સ કો. ઓપરેટીવ સોસાયટી લિ.નાં રપ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ નિમિતે સભાસદોને શુધ્ધ ચાંદીનાં સિક્કા ભેટ સ્વરૂપે આપી ઉજવણી કરવામાં આવી રહી છે. રઘુવંશી સમાજના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતી આ સંસ્થાના વિકાસમાં આર.કે.ગઢિયા, નરેન્દ્રભાઈ વણઝારા સહિત જ્ઞાતિનાં અગ્રણીઓ યોગદાન આપી રહ્યા છે.