સાવરકુંડલામાં રહેતી એક યુવતીના લગ્ન અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયા દ્વારા સિતમ ગુજારવામાં આવતા ત્રણ વર્ષથી તેઓ પિયર રહેતા હતા. સાસરિયાની કનડગતને લઈ તેમણે પતિ રજનીકાંતભાઈ રમણીકભાઈ રાઠોડ તથા સાસુ શોભનાબેન રમણીકભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, પતિ તથા સાસુ તેમને અવારનવાર પિયર જતા રહેવાનું કહીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સાવરકુંડલામાં પિયરમાં રહેતા હતા. જેને લઈ તેમણે પતિ સામે ભરણપોષણની અરજી કરી હતી.