સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન શાખા કાર્યરત છે, પરંતુ આ કચેરીમાં વારંવાર અધિકારીઓ-કર્મચારીઓ ગેરહાજર જોવા મળી રહ્યા છે. અહીં મધ્યાહન ભોજનના અધિકારી પાસે એટીવીટી, જનસેવાના નાયબ મામલતદારનો ચાર્જ પણ હોવાથી ક્રિમિલિયર સર્ટિ.થી લઈને વિદ્યાર્થીઓને દાખલા સહિતના અનેક કામો માટે આવતા અરજદારો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. મધ્યાહન ભોજન શાખાના કોમ્પ્યુટર ઓપરેટર અરજદારો સાથે ગેરવર્તણૂક કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.