અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલી કરુણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અકાળે અવસાન પામનાર લોકોના આત્માની શાંતિ માટે સાવરકુંડલાના જેસર રોડ પર આવેલી નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી અને પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી, શિક્ષિકા બહેનો, શૈક્ષણિક સ્ટાફ તથા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને બે મિનિટનું મૌન પાળીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.