સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક પે સેન્ટર શાળા નંબર-૧ ખાતે સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. વન તથા વન્યજીવોના સંરક્ષણ જેવા વિષય સાથે વિદ્યાર્થીઓએ આ નિબંધ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને ફોરેસ્ટ વિભાગ તરફથી પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવેલ હતા.