સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પાણીને બદલે ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. નદી પ્રદૂષિત થઇ રહી હોવાથી પાલિકા દ્વારા માત્ર સાફસફાઇ કરવામાં આવી રહી છે. પરંતુ નદીમાં ગંદકીના ગંજ ખડકાતા હોવાથી નદી બુરાતી જાય છે ત્યારે ચોમાસામાં આવતા પૂર સામે રક્ષણ મેળવવા નદીને ઉંડી ઉતારવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠવા
પામી છે.