સાવરકુંડલામાં મુખ્ય બજારમાં જ આવેલ નાવલી નદીના પટમાં થઇ રહેલી ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આ ગંદકી દૂર કરવા સાવરકુંડલા પાલિકા દ્વારા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાવલી નદીમાં લોકો કચરો ઠાલવી જતા હોય છે જેના કારણે અહીં કચરાના ગંજ ખડકાતા હોય, જેમાં હાલ ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસો સામે આવતા હોય, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. નાવલી પાસેથી દિવસભર લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ પાલિકા દ્વારા સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે.