સાવરકુંડલા શ્રી નૂતન કેળવણી મંડળ ખાતે શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિની બહેનોએ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં અંધશાળા-અમરેલી મુકામે ભાગ લીધો હતો. જેમાં વાદ્ય સંગીત સ્પર્ધામાં પંડયા શ્રેયાબેન ધર્મેશભાઈ દ્વિતિય નંબર, નૃત્યમાં- નિમાવત નિરાલીબેન યોગેશભાઈ પ્રથમ નંબર, થિયેટર/ ડ્રામા સ્પર્ધામાં – જોષી પ્રિયાંશીબેન હર્ષદભાઈ દ્વિતિય નંબર, પરંપરાગત વાર્તા વાંચન- પરડવા ખુશીબેન મોહનભાઈએ તૃતિય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.